દુનિયાના સૌથી સસ્તા લગ્ન? મહેમાનો ખિસ્સામાંથી એક રૂપિયો પણ નથી કાઢતા, બસ આ એક કામ કરીને જાય છે ઘરે

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

OMG! ન જમવાનું, ન શુકન… આ દેશમાં થાય છે સૌથી અનોખા લગ્ન, મહેમાનો કરે છે બસ આ 1 કામ

ભારતમાં લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું મિલન નહીં, પણ બે પરિવારોનો ભવ્ય ઉત્સવ. આપણા દેશમાં લગ્ન એટલે ઝાકઝમાળ, ઢોલ-નગારા, અસંખ્ય વિધિઓ અને સૌથી મહત્ત્વનું એટલે ‘શાહી ભોજન’. મહેમાનને જમાડ્યા વગર મોકલવા એ આપણે ત્યાં અપમાન ગણાય છે. પરંતુ, દુનિયાના નકશા પર એક એવો દેશ પણ છે જ્યાં લગ્નની પરંપરા જાણીને તમને ‘કલ્ચરલ શોક’ લાગી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડ એટલે કે ડચ સંસ્કૃતિના લગ્નોની.

ડચ લગ્ન: ભારતીય ભવ્યતાથી સાવ વિપરીત

જો તમે નેધરલેન્ડમાં કોઈ ડચ લગ્નમાં આમંત્રિત હોવ, તો એવું માની લેવાની ભૂલ ક્યારેય ન કરતા કે તમને ત્યાં ભરપેટ જમવાનું મળશે જ. ડચ લોકોના લગ્ન ખૂબ જ વ્યવસ્થિત, મર્યાદિત અને શ્રેણીબદ્ધ હોય છે. અહીં દરેક મહેમાનને દરેક કાર્યક્રમમાં પ્રવેશ મળતો નથી. ભારતની જેમ અહીં ‘આખું ગામ’ જમવા નથી આવતું, પણ મહેમાનોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે.

- Advertisement -

marggine.jpg

મહેમાનોની ત્રણ મુખ્ય કેટેગરી

ડચ વેડિંગ સિસ્ટમમાં મહેમાનોને તેમની નિકટતાના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે:

- Advertisement -

1. ડે ગેસ્ટ્સ (Day Guests): આ કેટેગરીમાં વર-કન્યાના અત્યંત નજીકના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોનો સમાવેશ થાય છે. આ એવા નસીબદાર મહેમાનો છે જે આખો દિવસ લગ્નની વિધિઓ, રિસેપ્શન, ડિનર અને સાંજની પાર્ટી એમ દરેક ઇવેન્ટમાં હાજર રહી શકે છે. આ લોકો માટે જ પ્રોપર ‘ફુલ મીલ’ એટલે કે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

2. રિસેપ્શન ગેસ્ટ્સ (Reception Guests): આ મહેમાનોને માત્ર લગ્ન પછીના રિસેપ્શન માટે જ બોલાવવામાં આવે છે. તેમનું કામ નવદંપતીને મળીને માત્ર શુભેચ્છાઓ પાઠવવાનું હોય છે. અહીં વાતાવરણ હળવું હોય છે, જેમાં કેક કાપવામાં આવે છે અને થોડા ડ્રિંક્સ કે નાસ્તો પીરસાય છે. પરંતુ યાદ રાખજો, આ મહેમાનો માટે ડિનરનું આયોજન હોતું નથી. તેઓ શુભેચ્છા આપીને થોડી વારમાં વિદાય લે છે.

3. ઇવનિંગ ગેસ્ટ્સ (Evening Guests): આ કેટેગરીમાં દૂરના સંબંધીઓ, ઓફિસના સાથીદારો કે સામાન્ય મિત્રો હોય છે. તેઓને માત્ર સાંજની પાર્ટી (Dance & Music) માટે જ બોલાવાય છે. અહીં ફોકસ જમવા પર નહીં, પણ માત્ર એન્જોય કરવા પર હોય છે. ઘણીવાર આ મહેમાનો ઘરેથી જમીને જ પાર્ટીમાં આવતા હોય છે.

- Advertisement -

આમંત્રણ પત્રિકામાં જ લખેલી હોય છે ‘લક્ષ્મણ રેખા’

ડચ લગ્નની પત્રિકાઓ ઘણી સ્પષ્ટ હોય છે. કાર્ડમાં જ લખેલું હોય છે કે તમારે કયા સમયે આવવાનું છે અને કયા કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. જો તમારા કાર્ડમાં ફક્ત ‘રિસેપ્શન’નો ઉલ્લેખ હોય, તો તમારે સમજી જવાનું કે તમારે જમવાની આશા રાખ્યા વગર માત્ર વિધિ પતાવીને નીકળી જવાનું છે. ભારતીય દ્રષ્ટિકોણથી આ કદાચ અજીબ કે કંજૂસાઈ લાગે, પણ નેધરલેન્ડમાં આ એક સામાન્ય શિષ્ટાચાર છે.

 

View this post on Instagram

 

A post shared by Rashi in Amsterdam (@rashi.agarwal)

શા માટે આવો રિવાજ? વ્યવહારુ વિચારસરણી

આ પરંપરા પાછળ ડચ લોકોની પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ વિચારસરણી રહેલી છે. નેધરલેન્ડમાં લગ્નનો બધો જ ખર્ચ મોટે ભાગે વર-કન્યા પોતે જ ઉઠાવતા હોય છે. જો તેઓ દરેક મહેમાન માટે ભવ્ય ડિનર રાખે, તો આર્થિક બોજ ઘણો વધી જાય. તેથી, તેઓ બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે મહેમાનોનું વર્ગીકરણ કરે છે. ત્યાં ‘બિગ ફેટ વેડિંગ’ ને બદલે ‘મીનિંગફુલ વેડિંગ’ પર ભાર મૂકવામાં આવે છે.

ખાવા-પીવામાં શું હોય છે ખાસ?

જો તમને ડિનર માટે નથી બોલાવ્યા, તો રિસેપ્શનમાં તમને ડ્રિંક્સની સાથે ‘બિટરબોલન’ (Bitterballen – એક પ્રકારનો ડચ નાસ્તો) અથવા કેક મળી શકે છે. ત્યાં લગ્નમાં ખાવા કરતા લોકો સાથે વાતચીત કરવાને અને ડાન્સ કરવાને વધુ મહત્ત્વ અપાય છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.