શિકાગોઃ શિકાગો ઇન્ડો યુ.એસ.સાન્યસ કલબના પ્રેસિડન્ટ, GOPIO શિકાગો તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્શના પૂર્વ પ્રેસિડન્ટ તથા અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિના ત્રિવેદીનું લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપી બહુમાન કરાયું છે.
હયુમેનીટી સર્વિસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ મેલવિન જોન્સ ફેલો એવોર્ડ આપી લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટએ તેઓને સન્માનિત કર્યા હતા. ઉપરાંત તેમની નિમણુંક હોસ્ટ કમિટી મેમ્બર ફોર હન્ડ્રેડ ઇયર્સમાં કરાઇ હતી.
લાયન્સ કલબની સફળતાની ઉજવણી શિકાગો મુકામે આગામી ૨૯ જુનથી ૪ જુલાઇ ૨૦૧૭ દરમિયાન કરાશે.
સુશ્રી ત્રિવેદી જુદી જુદી સાત ભાષાઓના જાણકાર હોવાથી તેઓ એશિયન કોમ્યુનીટીને જરૂરી બાબતોનો અનુવાદ કરી આપવાની પણ સેવા બજાવે છે ઉપરાંત કોમ્યુનીટીને ગ્રીન કાર્ડ, ઇન્ટરવ્યુ, વોટર રજીસ્ટ્રેશન,મેડીકેર, મેડીકેઇડ, તેમજ લીગત તથા સામાજીક ક્ષેત્રે પણ સેવાઓ આપે છે. એટલું જ નહિં સિનીયરોને મદદરૂપ થવાની સાથોસાથ ભાવિ પેઢીને પણ વતન તથા કર્મભૂમિ સાથે જોડવાનું કામ કરી બંને દેશો વચ્ચેના સંબંધો તથા સંસ્કૃતિ વધુ દૃઢ બનાવવા યોગદાન આપે છે. તેઓ અનેકવાર ભારતનો પ્રવાસ કરી ચૂકયા છ તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.