વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: ₹૧૯,૮૦૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ; ધોલેરા એક્સપ્રેસ-વે અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની મોટી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના સર્વાંગી વિકાસ માટે આશરે ₹૧૯,૮૦૬ કરોડ થી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી પરિવહન, ઊર્જા, આરોગ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળશે.
૧૦૯ કિમી લાંબો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ખુલ્લો મુકાયો
આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8) છે. ₹૫,૧૦૦ કરોડના ખર્ચે નિર્મિત આ એક્સપ્રેસ-વેને કારણે હવે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર ૪૫ મિનિટમાં કાપી શકાશે. આ હાઈવે ધોલેરા સર (SIR) ના વિકાસમાં ગેમ-ચેન્જર સાબિત થશે અને ભાવનગર પહોંચવામાં પણ સમયની મોટી બચત થશે.
Projects worth Rs. 20,000 crore will be launched, or their foundation stones will be laid at Vav-Tharad. These include:
Inauguration of Ahmedabad-Dholera expressway.
Inauguration of the Himmatnagar–Khedbrahma gauge conversion project.
Inauguration of key projects relating to…
— Narendra Modi (@narendramodi) March 30, 2026
સાણંદમાં ‘ચિપ’ ક્રાંતિ: બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત
ગુજરાત હવે વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે. પીએમ મોદીએ સાણંદમાં કેઇન્સ સેમિકોનના OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટમાં દરરોજ ૬૦ લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. નોંધનીય છે કે ગુજરાતમાં મંજૂર થયેલા ચાર પ્લાન્ટ પૈકીનો આ બીજો કાર્યરત પ્લાન્ટ છે, જે હજારો યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરશે.
પશુપાલન અને આધ્યાત્મિક વારસો
-
પશુ IVF સેન્ટર: બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે પીએમ મોદીએ બનાસ ડેરી દ્વારા નિર્મિત દેશના સૌથી મોટા પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું. ₹૩૨૫ કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરમાં અદ્યતન IVF ટેકનોલોજીથી પશુઓની ઓલાદ સુધારવામાં આવશે.
-
મ્યુઝિયમ અને સંસ્કૃતિ: પીએમએ ગાંધીનગરના કોબા તીર્થમાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું. સાથે જ પાટણની વિશ્વ વિખ્યાત ‘રાણીની વાવ’ ખાતે પ્રવાસીઓ માટે ખાસ 3D મેપિંગ શોને પણ ખુલ્લો મુક્યો છે.
અમદાવાદ શહેર માટે ખાસ જાહેરાતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ₹૪,૬૪૦ કરોડના ૩૨ પ્રોજેક્ટ્સનું પણ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં ખારીકટ કેનાલનું નવીનીકરણ (₹૧,૦૬૧ કરોડ) અને ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (₹૪૬૭ કરોડ) જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
૩૧ માર્ચ ૨૦૨૬ નો આ દિવસ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટે સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાનના હસ્તે થયેલા આ લોકાર્પણો આગામી દાયકા માટે ગુજરાતની પ્રગતિની ગતિ નક્કી કરશે.
