રાજકોટમાં ભારે ચકચાર જગાવનાર બામણબોર જીવાપર નજીકની રૂ. 1000 કરોડની સરકારી જમીન કેટલાક નેતાઓ અને અધિકારીઓની મિલીભગતમાં ગપચાવી જવાના કૌભાંડ મામલે સીબીઆઇની ટીમે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુભાસને ઝડપી લેવા પાંચેક સ્થળે રેડ કરી હતી પણ આ કૌભાંડનો સૂત્રધાર સુભાષ બોદર હાથ આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મસમોટા જમીન કૌભાંડ માં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરથી લઇ રાજ્યના ટોચના નેતાઓને સંડોવણી હોયઆ જમીન કૌભાંડમાં સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરતાં ભારે ફફડાટ ફેલાયો છે.
રાજકોટના સુભાષ બોદરે બામણબોર અને જીવાપરની સરકારની માલિકી સહિતની કરોડો રૂપિયાની જમીનના તેના સગા સંબંધીઓ સહિતના નામના દસ્તાવેજ બનાવી નાખ્યા હતા અને તે જમીન પર 70 થી 80 કરોડની લોન પણ લઇ લીધી હતી, આ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર તેમજ રાજ્યના ટોચના નેતાઓની સંડોવણી ખુલી હતી, એક તબક્કે આ જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર કે.રાજેશ ફરિયાદી બન્યા બાદ તે આરોપી બની ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓ પાંજરે પુરાયા હતા.
સમગ્ર જમીન કૌભાંડના સૂત્રધાર તરીકે સુભાષ બોદરનું નામ ખુલ્યું હતું, સીબીઆઇની ટીમ સુભાષને પકડવા રાજકોટમાં હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ચંદ્રનગર અને શ્રીનગરમાં આવેલા મકાન સહિત પાંચ સ્થળે તપાસ કરી હતી પણ સુભાષ બોદર તેના પત્ની સહિતના પરિવારજનો સાથે ગાયબ જણાયો હતો અને ઘરે માત્ર તેના માતાપિતા મળી આવતા સીબીઆઇની ટીમે તેમની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા.
આમ સીબીઆઈની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતાં લાગતા વલગતાઓમાં ભારે ટેંશન ઉભું થયું છે.