રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 12 જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પતંગ મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે દર વર્ષે આ આયોજન રેસકોર્સ મેદાનમાં કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે રેસકોર્સના બદલે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતે પતંગ મહોત્સવ 2023નું આયોજન આવ્યું છે.
આ પતંગ મહોત્સવમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સહીત 16 દેશોના 41 પતંગબાજો ભાગ લેશે.
ઉપરાંત ભારતના 7 રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીશાના 18 તેમજ રાજકોટ સહીત ગુજરાતના 99 પતંગબાજ ભાગ લેશે.