રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. શહેરના છેવાડાના વિસ્તાર પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે પરિણામે લોકો ઉપરના માળે જતા રહ્યા હતા,લલુડી વોકળીમાં રસ્તા જળબંબાકાર બન્યા છે.પાણીનો ભરાવો થઈ જતા વાહનો ડૂબ્યા હતા.
શહેરમાં ગતરાતથી જ વરસાદ ચાલુ હોય 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે.
રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. રેલનગર અન્ડરબ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે.
રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને વધુ વરસાદની અગાહીને પગલે શાળામાં બાળકોને રજા આપી દેવાઈ હતી, રાજકોટના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોય વરસાદી માહોલ જામ્યો છે.