રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મનપામાં છેલ્લા ચાર દાયકાથી ચાલી આવતી આકારણી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા બજેટમાં સુચવેલી વેરા પદ્ધતિને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી છે. શું છે આ વેરા પદ્ધતિ અને કઈ રીતે આ પદ્ધતિ દ્વારા વસુલાશે વેરો જોઈએ આ ખાસ એહવાલમાં
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષથી વેરા વસૂલાતની કામગીરી કાર્પેટ એરિયા પદ્ધતિ મુજબ કરનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્પેટ એરિયા પદ્ધતિ લાગુ કરવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવેલ જેને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી છે. મનપા દ્વારા નવી પદ્ધતિ અમલમાં મુકતા શહેરની કુલ મિલકતો માંથી મોટા ભાગની મિલકતોના વેરાની રકમમાં ઘટાડો થશે તો અમુક મિલકતોના મિલકત વેરાની રકમમાં વધારો પણ થશે. જે મિલકત વેરાની રકમમાં વધારો થશે તેમાં મોટા ભાગની મિલકતોમાં વધારાનું બાંધકામ થયેલુ હશે અથવા હેતુફેર થયેલી હોય તેવા પ્રકારની મિલકતોનો સમાવેશ થશે. આ ઉપરાંત જે મિલકતોની ખુબ જૂની લપસપ આકારણી થયેલી હોય તેવી મિલકતોના મિલકત વેરામાં પણ નજીવો વધારો થશે. ત્યારે વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ આજે મનપા દ્વારા નવી વેરા પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે જે ખરા અર્થમાં લોકોને ફાયદો કરાવશે કે કેમ તે જોવું રહ્યું.