સુરતના ક્રિકેટર આકાશ ચૌધરીએ 8 બોલમાં 8 છગ્ગા ફટકારી ઇતિહાસ રચ્યો
Ranji Trophy record: ક્રિકેટ જગતમાં રોજ નવા રેકોર્ડ રચાતા હોય છે, પરંતુ સુરતમાંથી એક એવું અવિસ્મરણીય કારનામુ સામે આવ્યુ છે જેનાથી સમગ્ર ક્રિકેટ જગત ચકિત થઈ ગયું છે. Ranji Trophy record 8 sixes in 8 balls બનાવનાર મેઘાલય ટીમના યુવાન ક્રિકેટર આકાશ ચૌધરીએ એક અદભૂત પ્રદર્શન કર્યું છે. આકાશે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફીની મેચમાં માત્ર 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકારીને નવો ઇતિહાસ રચ્યો છે. આ અદભૂત પ્રદર્શન સાથે આકાશે યુવરાજ સિંહના 2007ના ટી-20 વર્લ્ડકપમાં 6 બોલમાં 6 છગ્ગાના રેકોર્ડને પાછળ રાખ્યો છે. રવિ શાસ્ત્રી બાદ હવે રણજી ટ્રોફીમાં આકાશનું નામ પણ આવા દુર્લભ રેકોર્ડ ધરાવતા ખેલાડીઓમાં શામેલ થયું છે.
સૌથી ઝડપી અડધી સદીનો નવો રેકોર્ડ
આકાશ ચૌધરીએ માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી — જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદી છે. અગાઉ 2012માં સિસેસ્ટરાશાયરના વેન નાઈટે 12 બોલમાં અને 1965માં ક્લાઈવ ઇનમેને 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, પણ હવે આ રેકોર્ડ આકાશના નામે નોંધાયો છે.

આકાશ ચૌધરીના શબ્દોમાં સિદ્ધિની વાર્તા
મેચ બાદ આકાશે કહ્યું, “પ્રારંભિક બે બોલમાં યોગ્ય ટાઇમિંગ ન હતું, પરંતુ ત્યારબાદ મને બોલરની લાઇનની સમઝ આવી ગઈ. ત્યારથી હું પૂરેપૂરો વિશ્વાસ રાખીને શોટ ફટકારતો ગયો.” તેણે ઉમેર્યું કે, “આ સિદ્ધિથી મારો પરિવાર અત્યંત ખુશ છે. તેમની ખુશી શબ્દોમાં વર્ણવી શકાતી નથી. હવે મારૂ લક્ષ્ય ભારતની ટીમ માટે રમવાનું છે.” આકાશે પોતાના મનપસંદ ખેલાડીઓ તરીકે જસપ્રિત બુમરાહ, મહંમદ સિરાજ અને હાર્દિક પંડ્યાના નામ લીધા.

ઈતિહાસ રચનાર ક્ષણ
આકાશ આઠમા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શરૂઆતમાં એક ડોટ બોલ અને બે સિંગલ લીધા, પરંતુ ત્યારબાદના સતત 8 બોલ પર છગ્ગા ફટકારી દીધા. માત્ર 9 મિનિટમાં તેણે અડધી સદી પૂર્ણ કરી હતી. મેઘાલય માટે રમતા આકાશનું આ પ્રદર્શન માત્ર ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ માટે ગૌરવની વાત બની ગયું છે.

