અંજાર RTO ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરીઝનું રી-ઓક્શન કરાશે

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
1 Min Read

ટુ-વ્હીલર, વ્હીલર, ફોર- વ્હીલર LVM કાર અને ટ્રાન્સપોર્ટના વાહનોમાં પસંદગીના નંબર મેળવવા ૧૬ ફેબ્રુઆરીથી અરજી શરૂ થશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, વ્હીલર, ફોર – વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૦/૦૨/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે.

સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના રૂ. ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. અન્ય નંબરમાં ટુ-વ્હીલરના ફીના દર રૂ. ૨૦૦૦ તથા અન્યના રૂ. ૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા ઈચ્છુકો https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી કરી શકશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજાર- કચ્છની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

 

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.