SBI ના રોકાણકારો માટે લોટરી! નફામાં તોતિંગ ઉછાળો અને ₹17.35 ના ડિવિડન્ડની જાહેરાત, જાણો વિગત
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના (Q4) પરિણામો જાહેર કર્યા છે. આંકડાકીય રીતે જોઈએ તો બેંકે હજારો કરોડની કમાણી કરી છે, પરંતુ શેરબજારના રોકાણકારોને બેંકનું આ પ્રદર્શન ખાસ પસંદ આવ્યું નથી. પરિણામે, એક તરફ બેંકનો નફો વધ્યો છે, તો બીજી તરફ તેના શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે.
શેરબજારમાં કેમ જોવા મળી ગભરાટ?
બજારની અપેક્ષાઓ પર ખરી ન ઉતરવાને કારણે એસબીઆઈના શેર પર તેની તત્કાલ નકારાત્મક અસર પડી છે. કારોબારી સત્ર દરમિયાન એસબીઆઈનો શેર આશરે 5% તૂટીને ₹1,037.5 ના સ્તર પર આવી ગયો હતો. જે રોકાણકારો પરિણામો બાદ તેજીની આશા રાખી રહ્યા હતા, તેમને આ ઘટાડાથી મોટો ઝટકો લાગ્યો છે.
રોકાણકારો માટે ખુશખબર: શાનદાર ડિવિડન્ડની જાહેરાત
ભલે શેરમાં ઘટાડો થયો હોય, પરંતુ બેંકે તેના શેરધારકોને ખુશ કરવા માટે મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે:
-
ડિવિડન્ડની રકમ: પ્રતિ શેર ₹17.35.
-
રેકોર્ડ ડેટ: જે રોકાણકારો 16 મે 2026 સુધી આ શેર પોતાના પોર્ટફોલિયોમાં રાખશે, તેમને આ ડિવિડન્ડનો લાભ મળશે.
-
ચુકવણીની તારીખ: બેંક 4 જૂન 2026 ના રોજ શેરધારકોના બેંક ખાતામાં ડિવિડન્ડની રકમ જમા કરી દેશે.
એસેટ ક્વોલિટીમાં સુધારો: NPA માં ઘટાડો
બેંકની આર્થિક તંદુરસ્તી માપવા માટે ‘એસેટ ક્વોલિટી’ મહત્વની છે, જેમાં SBI એ સારું પ્રદર્શન કર્યું છે:
-
Gross NPA: અગાઉના ક્વાર્ટરના 1.57% થી ઘટીને 1.49% પર આવી ગયા છે.
-
Net NPA: 0.39% પર સ્થિર રહ્યા છે.
-
રૂપિયામાં જોઈએ તો ગ્રોસ એનપીએ ઘટીને ₹73,452.5 કરોડ રહ્યા છે, જોકે નેટ એનપીએમાં નજીવો વધારો થઈને તે ₹18,830 કરોડ પર પહોંચ્યા છે.
ક્યાં પડી મુશ્કેલી? ટ્રેઝરી આવકમાં મોટો ગાબડો
બેંકના નફાને ટેકો આપવામાં ‘પ્રોવિઝનિંગ’ માં થયેલા ઘટાડાનો મોટો હાથ છે. આ વખતે બેંકે માત્ર ₹2,872 કરોડ પ્રોવિઝનિંગ પેટે રાખ્યા છે, જે ગયા વર્ષે ₹6,441 કરોડ હતા. પરંતુ બેંક માટે સૌથી નબળી કડી તેની ‘ટ્રેઝરી ઓપરેશન્સ’ (Treasury Operations) રહી છે:
-
આવકમાં ઘટાડો: ટ્રેઝરી આવક ગયા વર્ષના ₹8,991 કરોડથી ઘટીને માત્ર ₹1,259 કરોડ પર આવી ગઈ છે.
-
કારણ: બોન્ડ યીલ્ડ વધવાને કારણે બેંક પાસે રહેલા બોન્ડ્સની વેલ્યુ ઘટી છે, જેની સીધી અસર આવક પર પડી છે.
-
આ ઉપરાંત, બેંકની અન્ય આવક પણ આશરે 29% ઘટીને ₹17,314 કરોડ રહી છે.

