શેન વોર્નનો માસ્ટરસ્ટ્રોક! રાજસ્થાન રોયલ્સમાં કરેલો મામૂલી ૦.૭૫% હિસ્સો આજે બન્યો ૪૬૦ કરોડનો જેકપોટ

2 Min Read

શેન વોર્નનો માસ્ટરસ્ટ્રોક: રાજસ્થાન રોયલ્સમાં કરેલું નાનું રોકાણ આજે 460 કરોડનું જેકપોટ બન્યું

IPL 2026ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીના વેચાણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. અમેરિકા સ્થિત એક ગ્રુપે આ ટીમને અંદાજે 15,290 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. પરંતુ આ આંકડાઓ વચ્ચે સૌથી વધુ જે બાબત આકર્ષણનું કેન્દ્ર બની છે, તે છે દિવંગત સ્પિન દિગ્ગજ શેન વોર્નનું દૂરોગામી રોકાણ.

 royal.jpg

- Advertisement -

ખેલાડીની સાથે ટીમમાં હિસ્સેદારીનો અનોખો સોદો

શેન વોર્ને 2008માં જ્યારે IPLની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે માત્ર ફી જ નહીં પરંતુ ટીમમાં હિસ્સેદારીનો પણ સોદો કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, વોર્નને વાર્ષિક 6,57,000 ડોલરની ચૂકવણી કરવામાં આવી હતી અને શરત મુજબ, તેમણે જેટલા વર્ષ ટીમ માટે રમ્યા તે દરેક વર્ષ માટે તેમને 0.75% માલિકી હિસ્સો આપવામાં આવ્યો હતો. વોર્ન પાસે તે સમયે ટીમ પર સંપૂર્ણ ક્રિકેટિંગ કંટ્રોલ હતો, જે એક વિરલ ઘટના હતી.

કેપ્ટનથી લઈને મેન્ટર સુધીની સફળ સફર

શેન વોર્ને રાજસ્થાનની ઓછી જાણીતી ટીમને પ્રથમ સીઝનમાં જ ચેમ્પિયન બનાવીને પોતાના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કર્યો હતો. તેમણે રાજસ્થાન રોયલ્સ સાથે કુલ ચાર સીઝન વિતાવી, જેના કારણે તેમનો કુલ માલિકી હિસ્સો વધીને 3% થઈ ગયો હતો. વર્ષ 2019માં એક ઈન્ટરવ્યુ દરમિયાન વોર્ને ભવિષ્યવાણી કરી હતી કે આ ફ્રેન્ચાઈઝીનું મૂલ્ય હજુ વધશે અને આજે તેમની એ વાત અક્ષરશઃ સાચી સાબિત થઈ છે.

- Advertisement -

royal1.jpg

460 કરોડનું વળતર અને વોર્નનું વિઝન

તાજેતરમાં થયેલા સોદા મુજબ રાજસ્થાન રોયલ્સની કિંમત 1.63 અબજ ડોલર આંકવામાં આવી છે. આ ગણતરી મુજબ, શેન વોર્નનો 3% હિસ્સો હવે અંદાજે 450 થી 460 કરોડ ભારતીય રૂપિયાની આસપાસ થાય છે. વર્ષ 2008માં મનોજ બદલેની આગેવાની હેઠળ આ ટીમ માત્ર 67 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. 2022માં વોર્નના અકાળે અવસાન બાદ પણ તેમની આ દૂરદર્શિતાનો લાભ આજે તેમના પરિવાર અને વિરાસતને મળી રહ્યો છે.

TAGGED:
Share This Article