લલિત મોદીએ ૧૯૯૭-૯૮માં જ BCCI ને આપ્યો હતો ફ્રેન્ચાઈઝી ક્રિકેટનો આઈડિયા

2 Min Read

લલિત મોદીએ 1997-98માં જ આપ્યો હતો ફ્રેન્ચાઈઝી ક્રિકેટનો પ્રસ્તાવ; બંગાળના ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધા હતા

તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બે મોટી ટીમો – રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ – અબજો ડોલરના સોદામાં વેચાઈ છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે વૈશ્વિક રમત જગતમાં આઈપીએલનું કદ કેટલું વિશાળ થઈ ગયું છે. પરંતુ, શું તમે જાણો છો કે જે આઈપીએલ 2008માં શરૂ થઈ હતી, તેનો વિચાર તેના સર્જક લલિત મોદીએ તેના એક દાયકા પહેલા જ રજૂ કરી દીધો હતો? પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે આ અંગેના કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

 lalit.jpg

- Advertisement -

આઈપીએલના એક દાયકા પહેલાનો માસ્ટર પ્લાન

દૂરદર્શન પરના એક કાર્યક્રમમાં બોલતા સબા કરીમે જણાવ્યું કે, લલિત મોદીએ 1997-98ના સમયગાળામાં જ ફ્રેન્ચાઈઝી આધારિત ક્રિકેટ લીગનો આઈડિયા બીસીસીઆઈ (BCCI) સામે રજૂ કર્યો હતો. તે સમયે ટી20 ફોર્મેટનો કોઈ અસ્તિત્વ જ નહોતો અને વન-ડે ક્રિકેટનો દબદબો હતો. લલિત મોદીએ તે જમાનામાં એક એવી લીગની કલ્પના કરી હતી જેમાં ખાનગી માલિકીની ટીમો હોય અને રમતનું વ્યાપારીકરણ થાય.

બંગાળના ખેલાડીઓ સાથે થયા હતા કરાર

સબા કરીમે વધુમાં ઉમેર્યું કે, આ યોજના માત્ર કાગળ પર નહોતી, પરંતુ તેના પર કામ પણ શરૂ થઈ ગયું હતું. લલિત મોદીએ બંગાળના કેટલાક ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે કોન્ટ્રાક્ટ પણ સાઈન કરાવી લીધા હતા. યોજના એવી હતી કે દરેક ટીમમાં બે થી ત્રણ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. સબા કરીમ પોતે પણ તે સમયે બંગાળની ટીમ માટે આ પ્રસ્તાવિત લીગનો હિસ્સો બનવાના હતા. જોકે, વિવિધ ટેકનિકલ અને વહીવટી કારણોસર તે સમયે આ વિચાર અમલમાં આવી શક્યો નહીં.

- Advertisement -

lalit m.jpg

આધુનિક ક્રિકેટનું પાવરહાઉસ: આઈપીએલ

આજે લગભગ ત્રણ દાયકા પછી, લલિત મોદીનો એ અધૂરો વિચાર ‘IPL’ ના સ્વરૂપમાં વિશ્વની સૌથી ધનિક અને લોકપ્રિય સ્પોર્ટ્સ લીગ બની ગઈ છે. આઈપીએલે ભારતને ક્રિકેટના વૈશ્વિક નકશા પર એક સુપરપાવર તરીકે સ્થાપિત કર્યું છે. તેની સરખામણી હવે અમેરિકાની NBA કે ફૂટબોલની પ્રીમિયર લીગ સાથે કરવામાં આવે છે. જોકે, જેણે આ લીગનો પાયો નાખ્યો તે લલિત મોદી પોતે આજે તેનાથી દૂર છે. 2010માં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપો બાદ બીસીસીઆઈએ તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.

TAGGED:
Share This Article