હાર બાદ પણ શુભમન ગિલનો દબદબો! હાર્દિક પંડ્યાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, બન્યો ગુજરાતનો નંબર-1 કેપ્ટન

3 Min Read

IPL 2026: ગુજરાતનો ગઢ ધરાશાયી, હાર છતાં શુભમન ગિલે તોડ્યો હાર્દિક પંડ્યાનો રેકોર્ડ!

IPL 2026ની રમત હવે રસપ્રદ વળાંક લઈ રહી છે. સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે માત્ર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું જ નથી, પરંતુ તેમનો એક એવો કિલ્લો પણ ધ્વસ્ત કર્યો છે જે છેલ્લા 12 વર્ષથી અજેય હતો. આ મેચમાં ગુજરાતની હાર થઈ, પરંતુ કેપ્ટન શુભમન ગિલ માટે એક એવો રેકોર્ડ બન્યો જે અત્યાર સુધી હાર્દિક પંડ્યાના નામે હતો.

શુભમન ગિલ: હાર છતાં કેપ્ટનશિપમાં હાર્દિકથી નીકળ્યો આગળ

ગુજરાત ટાઇટન્સની ટીમ ભલે હાલમાં મુશ્કેલીમાં હોય, પરંતુ શુભમન ગિલે કેપ્ટન તરીકે એક મોટું સીમાચિહ્ન સર કર્યું છે. હકીકતમાં, શુભમન ગિલે હવે હાર્દિક પંડ્યા કરતા વધુ મેચોમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

- Advertisement -

હાર્દિક પંડ્યાનો કાર્યકાળ: વર્ષ 2022 અને 2023 દરમિયાન હાર્દિકે કુલ 31 મેચોમાં ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. જેમાં તેણે 22 જીત મેળવી હતી અને માત્ર 9 હારનો સામનો કર્યો હતો.

shubam.jpg

- Advertisement -

શુભમન ગિલની સફર: સોમવારની મેચ ગિલની કેપ્ટન તરીકેની 32મી મેચ હતી. આ સાથે જ તે ગુજરાત ટાઇટન્સના ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગયો છે. જોકે, આંકડાની દ્રષ્ટિએ ગિલની કેપ્ટનશિપ હાર્દિક જેટલી સફળ રહી નથી. ગિલની 32 મેચોમાં ટીમે માત્ર 17 જીત મેળવી છે અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે.

હાર્દિક પંડ્યા અને ગુજરાતનો ઈતિહાસ

વર્ષ 2022 માં જ્યારે ગુજરાત ટાઇટન્સે આઈપીએલમાં પદાર્પણ કર્યું, ત્યારે હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. હાર્દિકે પોતાની પહેલી જ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. જોકે, 2023 ની સીઝન બાદ હાર્દિકે ગુજરાત છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જવાનો નિર્ણય લીધો. ત્યારથી ગુજરાતની કમાન શુભમન ગિલના હાથમાં છે.

રસપ્રદ વાત એ છે કે, હાર્દિક મુંબઈ ગયો ખરો પણ ત્યાં તેને કેપ્ટન તરીકે હજુ સુધી અપેક્ષિત સફળતા મળી નથી, તો બીજી તરફ ગિલ પણ અત્યાર સુધી ગુજરાતને ટાઇટલ અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. નોંધનીય છે કે ગુજરાતની કેપ્ટનશિપ રાશીદ ખાને પણ 3 મેચોમાં કરી છે, જેમાંથી તે 1 જીત્યો અને 2 હાર્યો હતો.

- Advertisement -

અમદાવાદમાં મુંબઈનો વનવાસ પૂરો: 12 વર્ષ બાદ મળી જીત

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ જીત એટલા માટે ખાસ છે કારણ કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમના માટે ‘અભેદ્ય કિલ્લો’ બની ગયું હતું. મુંબઈની ટીમે છેલ્લે 2014માં આ મેદાન પર જીત મેળવી હતી. એ જીત બાદ મુંબઈ અહીં સતત 6 મેચો હારી ચૂક્યું હતું.

shubam1.jpg

અમદાવાદમાં મુંબઈ ક્યારેય ગુજરાત ટાઇટન્સને હરાવી શક્યું નહોતું, પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈએ આખરે આ ‘શ્રાપ’ તોડ્યો છે. મુંબઈના બોલરો અને બેટ્સમેનોએ સંયુક્ત પ્રદર્શન કરીને સાબિત કર્યું કે તેઓ ગમે તેવા મજબૂત કિલ્લાને તોડવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાત ટાઇટન્સ માટે હવે મુશ્કેલ છે રસ્તો

આ હારથી ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. હોમ ગ્રાઉન્ડ પર હારવાને કારણે ટીમનું મનોબળ તો તૂટ્યું જ છે, પણ સાથે સાથે પોઈન્ટ્સ ટેબલમાં પણ મોટું નુકસાન થયું છે. ટીમ અત્યારે મિડલ ઓર્ડરના ધબડકાથી પરેશાન છે. બીજી તરફ, મુંબઈ આ જીત સાથે ફરીથી ગતિ પકડી રહ્યું છે.

Share This Article