‘ઘર જતા પહેલાં…’: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સોનમ વાંગચુકે ક્યાં જવાની કરી જાહેરાત?
ભારતમાં પર્યાવરણ અને શિક્ષણના અધિકારો માટે હંમેશાં અડગ અવાજ ઉઠાવનાર પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર્તા અને એન્જિનિયર સોનમ વાંગચુકે (Sonam Wangchuk) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુબને હવે હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) મળી ગઈ છે. હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાના સમર્થકો અને દેશના યુવાનોને એક ખાસ સંદેશ આપ્યો છે. આ વીડિયોમાં તેમણે પોતાની તબિયત વિશે જણાવવાની સાથે-સાથે ઘરે પરત ફરતા પહેલાં કઈ જગ્યાએ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેનો પણ ખુલાસો કર્યો છે.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સોનમ વાંગચુકનો ભાવનાત્મક સંદેશ
સોનમ વાંગચુકે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કરતા જણાવ્યું છે કે હવે તેમની તબિયતમાં ઘણો સુધારો છે અને તેઓ પહેલાં કરતા ઘણું સારું અનુભવી રહ્યા છે. વીડિયોમાં તેમણે કહ્યું, “સૌને નમસ્કાર, આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે હું આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છું. હું અત્યારે ઘણો બટર અનુભવી રહ્યો છું, યોગ્ય રીતે ખાઈ રહ્યો છું અને મારા શરીરમાં તાકાત તથા જાન પાછી આવી રહી છે.”

લાંબી ભૂખ હડતાળ અને હોસ્પિટલમાં વિતાવેલા સંઘર્ષના દિવસો બાદ તેમનો આ ખુશહાલ અંદાજ તેમના સમર્થકો માટે ખૂબ જ રાહત આપનારો છે. તેમણે આ મુશ્કેલ સમયમાં સાથ આપનારા દેશભરના લોકોનો દિલથી આભાર માન્યો હતો અને કહ્યું કે લોકોએ તેમના અવાજમાં અવાજ મિલાવીને આ આંદોલનને સફળ બનાવ્યું છે.
‘ઘરે જતા પહેલા, હું રાજઘાટ જઈશ અને બાપુને શ્રદ્ધાંજલિ આપીશ’
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સીધા પોતાના વતન જવાના બદલે સોનમ વાંગચુકે એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળે જવાની જાહેરાત કરી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું કે તેઓ સીધા ઘર જવાના બદલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ ‘રાજઘાટ’ જશે.
વાંગચુકે યાદ અપાવતા કહ્યું, “આજ હું અહીંથી નીકળીને અને ઘરે જતા પહેલાં રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. આપ સૌને યાદ હશે કે જ્યારે હું સ્વિટ્ઝરલેન્ડથી આવ્યો હતો, ત્યારે અમારું અનશન શરૂ કરતા પહેલાં પણ અમે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપીને જ જંતર-મંતર પહોંચ્યા હતા.” ગાંધીવાદી માર્ગ પર ચાલીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની તેમની આ નેમ તેમના આંદોલનની પવિત્રતા દર્શાવે છે.
૨૮ જૂનથી શરૂ થયો હતો સંઘર્ષ અને લાંબું અનશન
નોંધનીય છે કે સોનમ વાંગચુક ગત ૨૮ જૂનના રોજ દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોના મોટા આંદોલનમાં સક્રિયપણે સામેલ થયા હતા. પેપર લીક અને શૈક્ષણિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આ આંદોલનમાં તેઓ સતત ૨૬ દિવસ સુધી ભૂખ હડતાળ પર બેઠા હતા.
લાંબા સમય સુધી અન્નનો ત્યાગ કરવાના કારણે તેમની તબિયત અચાનક લથડી હતી, જેના પગલે તેમને ૧૮ જુલાઈએ તાત્કાલિક ધોરણે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વાંગચુકે એવી પણ આપવીતી જણાવી હતી કે તેમને ત્યાં અસહજ લાગતું હતું અને એવું અનુભવાતું હતું કે જાણે તેમને નજરકેદ કે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોય. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના હસ્તક્ષેપ અને આદેશ બાદ તેમને વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાંથી હવે તેમને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
AND FINALLY….
I’m being discharged from the hospital. Will be going to Rajghat to pay tribute to Mahatma Gandhi and then back to the mountains.
Thank you all and BIG THANK YOU to the wonderful team of doctors and staff at Medanta Hospital Gurgaon. pic.twitter.com/BBp5k6JY9X
— Sonam Wangchuk (@Wangchuk66) July 27, 2026
પેપર લીક વિરુદ્ધનું આંદોલન અને મંત્રીનું રાજીનામું
દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ અને વિવિધ યુવા સંગઠનોના નેતૃત્વ હેઠળ આશરે ૩૬ દિવસો સુધી એક વિશાળ વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. આ આંદોલનનો મુખ્ય મુદ્દો દેશભરમાં સતત સામે આવી રહેલા પેપર લીક કૌભાંડો અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વિરુદ્ધનો હતો. પ્રદર્શનકારીઓની માંગ હતી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપે.
આ આંદોલન અને ભારે દબાણના પરિણામે આખરે તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના પગલે આ ઐતિહાસિક આંદોલનનોા અંત આવ્યો હતો. હવે શિક્ષણ મંત્રાલયની જવાબદારી પ્રહલાદ જોશીને સોંપવામાં આવી છે. શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે સોનમ વાંગચુક જેવા દિગ્ગજ પર્યાવરણવિદ્ અને ચિંતકનું આ લડતમાં જોડાવું એ યુવાનો માટે એક મોટી તાકાત બન્યું હતું.
જનતાના સાથ અને અડગ મનોબળની જીત
સોનમ વાંગચુકનું હોસ્પિટલમાંથી સાજા થઈને બહાર આવવું એ માત્ર તેમના વ્યક્તિગત સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ નથી, પરંતુ તે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની સચ્ચાઈની લડાઈની એક પ્રતીકાત્મક જીત સમાન છે. પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર દેશના ભવિષ્ય માટે અવાજ ઉઠાવનાર વાંગચુકે સાબિત કરી દીધું કે દ્રઢ નિશ્ચય અને શાંતિપૂર્ણ સત્યાગ્રહ આગળ મોટી તાકાતો પણ ઝੁકવા મજબૂર થઈ જાય છે. રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેઓ પોતાના આ સંઘર્ષને એક નવો વિરામ આપશે અને દેશના નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે.