સમગ્ર દેશમાં સુરતમાં બે અન્જિનિયર મિત્રોએ એવું કોન્ડોમ વેન્ડિંગ મશીન બનાવ્યુ કે જુવાનિયાઓ રાજી થઈ ગયા છે
આ મિત્રોએ ભારતનું સૌ પ્રથમ ડિજિટલ કરન્સી સ્વીકારાતું કોન્ડોમ વેન્ડિંગ મશીન બનાવાયું છે જેની ખાસિયત એ છે કે, કોન્ડોમની જેટલી કિંમત હોય તેટલી કિંમત સ્કેન કરતા મનગમતી પ્રોડક્ટ મળી રહે છે.જેનો શરમાળ સ્વભાવના લોકોને લાભ થશે.
સુરતના બે એન્જિનિયર જીગર ઉનાગર અને ભાવિક વોરા નામના બે મિત્રોએ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાંથી ધોરણ 10 બાદ ડિપ્લોમા ઇન મેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
બંને મિત્રોએ હાલમાં જ મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આ બંને વિદ્યાર્થીઓ દ્વારા કોન્ડોમ વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યું છે. જેમાં મનગમતા કોન્ડોમ કોઇને પણ જાણ ન થયા તે રીતે ડિજિટલ પેમેન્ટ કરીને મશીનમાંથી મેળવી શકાય છે.
બંનેના પિતા રત્નકલાકાર છે.
સુરતના આ બંને એન્જિનિયરોએ અનોખું કોન્ડોમ વેન્ડિંગ મશીન બનાવીને કમાલ કરી બતાવી છે. ત્યારે આ બંને ખૂબ જ સમાન્ય પરિવારમાંથી આવી રહ્યા છે. જીગર ઉનાગર અને ભાવિક વોરા બંનેના પિતા સુરતમાં ડાયમંડ કંપનીમાં હીરા ઘસવાનું કામ કરે છે.
બંનેના પિતા વર્ષોથી રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવીને બંને પુત્રોને એન્જિનિયર બનાવ્યા છે.
આ મશીન ચર્ચાનો વિષય બન્યું છે.