સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના કૌટુંબિક કાકા ની હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
એપાર્ટમેન્ટ ની લિફ્ટમાં અવર-જવર મામલે હર્ષ સંઘવી ના કૌટુંબિક કાકા મહેશભાઈ સંઘવી ને અહીં રહેતા યુવાન સાથે માથાકૂટ થતા યુવાને મહેશ ભાઈ ને માર મારતા તેમનું મોત થઈ ગયુ હતુ, પોલીસે હત્યારાની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિગતો મુજબ 63 વર્ષિય મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે. શનિવારે સાડા ચાર વાગ્યાના અરસામાં મહેશભાઈ પોતાની પુત્રી ફોરમ સાથે ખરીદી કરી પરત આવ્યા ત્યારે લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા તે સમયે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં બોની એ મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી હત્યારા ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.