સુરત ના પુણા સાકેતધામથી મમતાપાર્ક ખાડી બ્રિજ સુધી અને લક્ષ્મણનગરથી કરંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી 2.55 કિ.મીની લંબાઇની કોયલી ખાડીને રિમોડલિંગ અને રિસ્ટ્રક્ચરિંગ કરવા પાલિકાએ155 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડતા હવે આ કામ આગળ વધે તેવી આશા બંધાઈ છે.
જોકે મંગળવારે યોજાનારી પાલિકાની ગટર સમિતિની બેઠક અગાઉ જ પાલિકાએ ટેન્ડર ઇસ્યુ કરી દીધા હોવાની વાત ચર્ચા માં રહી છે. જયારે જયારે ચુટણીઓ આવે ત્યારે જ આ કામ યાદ આવે છે . પાલિકા, વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં વિપક્ષ દ્વારા વરાછા ખાડીને પેક કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવતો રહે છે. વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી હવે આ પ્રશ્નના ઉકેલ માટે શાસકોએ ખાડીને આરસીસી બોક્સ વડે પેક કરી રિડેવલપ કરવા વ્યૂહ રચના ઘડી નાંખી છે.
સુરત ના વરાછા, પુણા, સરથાણા, સીમાડા વિસ્તારમાંથી પસાર થઇ ઉધના પહોંચતી 8.50 કિ.મી લાંબી કોયલી ખાડીને પાલિકા હવે આરસીસી બોકસથી કવર કરીને રસ્તો બનાવશે. આ માટેની રૂપિયા 500 કરોડની યોજનાને વર્ષ 2017માં પાલિકાના શાસકોએ સૈધ્ધાંતિક મંજૂરી આપી હોવાછતાં હજુ કઈ થયું નથી અને ચૂંટણીઓ આવે ત્યારે આ કામ માટે ચર્ચાઓ થતી રહે છે.
Friday, May 17
ચુંટણીઓ આવતા જ સુરત માં ખાડી પેક કરી રોડ બનાવવા રૂ.155 કરોડ ના કામો ના ટેન્ડર બહાર પડાયા ! 500 કરોડની યોજનાને વર્ષ 2017માં સૈધ્ધાંતિક મંજૂરી મળી હોવાછતાં કામો થતા નથી !
By mohammed shaikhUpdated: