સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાતભર જાગતા રહ્યા હતા અને બહારથી આવેલા ક્લાર્કના પરીક્ષાર્થીઓ માટે વાહન સહિતની કરી મદદ કરી હતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ સુરત પહોંચ્યા ત્યારે તેઓની સુવિધા માટે
આમ આદમી પાર્ટી દ્વારા તેઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સુરતમાં આખી રાત વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થામાં પસાર કરી પરીક્ષાર્થીઓને શક્ય એટલી તમામ પ્રકારની વ્યવસ્થા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતમાં જુદા જુદા સ્થળ ઉપર વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના લોકો માટે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વ્યવસ્થા ઊભી કરાઈ હતી.
કતારગામ થી ભટાર સુધીના દસ બાર કિલોમીટરના અંતર સુધી વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર હતા તેઓને ત્યાં સુધી સમયસર પહોંચે તેવી વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી.