સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી વધુ 2 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે,વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.
અગાઉ પણ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જે બાદ આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, સુરતમાં AAPના 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે. વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.
મહત્વનું છે કે સુરતમાં કોર્પોરેશનમાં પાટીદાર વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી(AP)નો 27 કોર્પોરેટર સાથે જંગી જીત મેળવી રાજ્યભરમાં ચર્ચામાં આવી હતી પણ હવે AAP માંથી બધા ભાગી રહયા છે. અત્યારસુધીમાં 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે, જેમાં 7 કોર્પોરેટર પાટીદાર હતા. આ ઉપરાંત એક કોર્પોરેટરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હવે AAP પાસે માત્ર 14 કોર્પોરેટર જ વધ્યા છે.
સુરતમાં AAPના ચાર કોર્પોરેટરો 2022માં ભાજપમાં ગયા બાદ ગત અઠવાડિયે છ મળી 10 કોર્પોરેટરો ભાજપનો ખેસ પકડી લીધો હતો
હવે બે વધુ કોર્પોરેટર પણ જોડાતા સંખ્યા 12 થઈ છે.