છેલ્લા ઘણાજ સમયથી યુવાનોના હાર્ટ એટેક આવતા મોત થઈ રહયા છે આવા યુવાનોની ઉંમર 25થી 42 વર્ષ વય સુધીની વધુ જોવા મળી રહી છે જેમાં આવાજ કિસ્સામાં રાજસ્થાનથી સુરત આવેલા એક વ્યક્તિનું બાઇક ઉપર બેઠાબેઠા જ કરૂણ મોત થયું હોવાનો બનાવ નોંધાયો છે.
વિગતો મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા શખ્સને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ. 42 વર્ષીય કાનજી રાજપૂત હજુ 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી ધંધા અર્થે સુરત આવ્યા હતા. શખ્સનું અચાનક મોત થતા પરીવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતક કાનજી ભાઈ સુરતથી કાપડ ખરીદી રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં વેચતા હતા જેઓ કાપડ લેવા સુરત આવ્યા હતા ત્યારે આ ઘટના બનતા મૃતકોની પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.