સુરત ના સાડી ઉદ્યોગ માં તેજી નો માહોલ છે કારણ કે ઉત્તર પ્રદેશ થી યોગી-મોદી ની તસ્વીર વાળી સાડીઓ બનાવવાનો ઑર્ડર આવતા કારીગરો દિવસ રાત મહેનત કરી રહયા છે.
દેશ માં ચુંટણીઓ નો માહોલ છે ત્યારે સુરતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અને વડાપ્રધાન મોદીની તસવીરવાળી સાડીઓના ઓર્ડર મળતા ધંધા માં તેજી નો માહોલ છે.
હાલ પ્રથમ તબક્કામાં 50 હજાર સાડીઓનો ઑર્ડર મળી ચુક્યો છે અને હજુ બે લાખ જેટલી સાડીઓનો ઓર્ડર મળનાર છે. સુરતના અલગ-અલગ 20થી 24 જેટલા મેન્યુફેક્ચરર્સ હાલ જે ઓર્ડર મળી રહ્યા છે તેને પૂર્ણ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. દેશ માં સુરત ની સાડી ખુબજ વખાણાય છે.
સુરત માં રૂપિયા 200થી લઈને 500 રૂપિયા સુધીની કિંમતની સાડીઓ ઓર્ડર મુજબ બનાવવામાં આવી રહી છે. આમ સુરત ના સાડી ઉદ્યોગ માં તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે.