સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર સર્જાયેલા અકસ્માતમાં છના કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે,આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક ક્લીઅર કરાવ્યો હતો.
સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવીનો હોવાનુ જાણવા મળ્યું છે.
આ પરિવાર બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો જ્યાંથી પરત ફરતી વખતે કાર ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકસ્માતમાં મોત થયું છે.