હાલ કોરોના કાળ માં બાળકો નું એજ્યુકેશન ખોરવાયુ છે ત્યારે બાળકો ના હાથ માં ઓન લાઈન અભ્યાસ કરવા મોબાઈલ હાથ માં આવતા અભ્યાસ ઓછો અને અન્ય પ્રવૃત્તિઓ તરફ વધુ વળી જતા વાલીઓ ની ચિંતા વધી ગઈ છે ત્યારે આ બધા વચ્ચે સુરતની પાર્લેપોઇન્ટની સ્કૂલમાં ઓનલાઇન ક્લાસમાં ધોરણ 6ના વિદ્યાર્થીએ પોર્ન વીડિયો ચાલુ કરી દેતા ભારે હોબાળો મચી ગયો છે.
સુરત માં પારલે પોઇન્ટ ખાતે આવેલી સ્કૂલ ના મહિલા ટીચરે ધોરણ 6મા ઓનલાઇન એજ્યુકેશન ચાલુ કરતા જ એક વિદ્યાર્થીએ એકાએક સ્ક્રીન શેર કરીને પોર્ન વીડિયો ચાલુ કરી દેતા પોર્ન વીડિયો જોઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચોંકી ગયા હતા. એક તબક્કે તો શું કરવું અને શું ન કરવું તેવી મુંઝવણ ઊભી થઇ હતી.જો કે, ટીચરે તાત્કાલિક ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેતા ઓનલાઈન પોર્ન વિડીયો બંધ થયો હતો.
આ ઘટના વિદ્યાર્થીઓથી માંડી શિક્ષકો અને વાલીઓમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જોકે, આ મામલે પ્રિન્સિપાલને જાણ થતાં જ તેમણે વિદ્યાર્થી અને તેના વાલીને સ્કૂલે બોલાવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીના વાલીએ પ્રિન્સિપાલ અને શિક્ષકની માફી માંગી હતી, જેથી સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં રાખી કાયદેસરની કોઈ પણ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે પણ આવા બનાવો થી સાબિત થાય છે કે બાળકો મોબાઈલ ઉપર શુ જોઈ રહયા છે જોકે,બધાજ બાળકો ની આ વાત નથી અન્ય કેટલાક ઇંસ્ટાગ્રામ કે ગેમ તરફ આકર્ષાય છે પણ ટુક માં બાળકો સ્ટડી સિવાય અન્ય પ્રવૃત્તિઓ તરફ વળતા ટેંશન ઉભું થયું છે.