સુરત માં યુવતીઓ ની છેડતી કરતા લુખ્ખા તત્વો સામે પોલીસ લાલઘૂમ,હવે કાયદા નો પાઠ ભણાવશે,નવું જાહેરનામું આજથી અમલી બન્યુ
સુરતમાં યુવતીઓ ની સરાજાહેર છેડતી ના વધી રહેલા બનાવો અને ગ્રીષ્મા વેકરિયાની હત્યાની બનેલી હીંચકારી ઘટનાને પગલે મહિલાઓની સલામતીને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા કડક પગલાં ભરવા પોલીસ પાસે રજૂઆત થતા પોલીસે આવા લુખ્ખાઓ ને સીધાદોર કરી કાયદા નો પાઠ ભણાવવા જાહેરનામું બહાર પાડી પગલાં ભરવાનું શરૂ કર્યું છે .
–ઓળખપત્ર હશે એ જ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ આવી શકશે
–મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરત પોલીસે સ્કૂલ-કોલેજ-હોસ્ટેલની આસપાસમાં 50 મીટર સુધીના એરિયામાં લુખ્ખા તત્ત્વોના બેસવા પર પ્રતિબંધ ફરમાવ્યો
— સ્કૂલો-કોલેજો, ટ્યૂશન કલાસીસ તેમજ મહિલા હોસ્ટેલની 50 મીટર સુધીના દાયરામાં લુખ્ખા તત્ત્વોને કારણ વગર બેસવા કે ઊભા રહેવા પર પ્રતિબંધ
–સ્કૂલ-કોલેજો-હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને લેવા-મૂકવા આવતા વાન-ઓટો માલિકો અને ડ્રાઇવરોના ઓળખપત્ર રાખવાના રહેશે.
–ઓળખપત્ર ન હોય તેવા લોકોની સાથે વિદ્યાર્થીઓને મોકલવા ન જોઇએ, આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે. આ જાહેરનામું આજથી લાગુ કરવામાં આવતા લુખ્ખાઓ માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.