સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કેમ્પસમાં આવેલી અને જર્જરિત થઈ ગયેલી ડાયમન્ડ સ્કૂલના સમારકામ દરમિયાન સ્લેબ ધરાશાયી થતા ત્રણ મજુર દબાઈ જતા બેનાં કરૂણ મોત થયા છે.
સદનસીબે આજે 15મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓને રજા અપાઈ હોવાથી મોટી જાનહાની ટળી હતી પણ બે શ્રમિકોના મોતથી તેઓના પરિવારજનોમાં ગમગીની પ્રસરી હતી.
આ શાળા જર્જરિત હોવાથી શાળાની બહારના ભાગમાં ચાલતા સમારકામ દરમિયાન શાળાનો એક સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો. જેના કાટમાળ નીચે ત્રણ શ્રમિકો દટાયા હતા.
અંગે જાણ કરાતા જ નજીકના વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ નીચેથી ત્રણેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને
ત્રણેય શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોના મોત થયાના અહેવાલ છે.
આ શાળાની એક છત ગમેત્યારે પડે તેવી હતી. જેના કારણે આજે 15મી ઓગસ્ટની વિદ્યાર્થીઓને રજા હોવાથી આ છતનું સમારકામ ચાલી રહ્યુ હતુ. આ કામગીરી દરમિયાન છત ધડાકાભેર નીચે પડી હતી અને મજૂરો તેમા દટાયા હતા.