કેટલાક સમયથી સુરતીઓએ મોબાઇલ પર વાત કરતા, વોટ્સ એપ પર મેસેજ કરતા કે પછી કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળતા ધૂમ સ્ટાઇલે બાઇક અને કાર ચલાવાની નવી આદત બનાવી છે. જેને કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત થતાં કેટલાક સુરતીઓ ઘવાયા છે તો કેટલાંકના મોત પણ થયા છે. જેના પર નિયંત્રણ મેળવવા પોલીસે છેલ્લા 365 દિવસમાં ગાડી ચલવતા મોબાઇલ પર વાત કરતા 506 સુરતીઓના લાઇસન્સ રદ કરી નાખ્યા છે.
હેડફોન લગાડી ધૂમ સ્ટાઇલે ગાડી ચલાવતા બાઇકર્સને સુધારવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ ઘણાં પ્રયત્નો કર્યાં છે.જેમાં એક વર્ષ દરમિયાન કાર્યવાહી કરી આવા 327ના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે.