તાપી નદીના (Tapi River) ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં ફરી વરસાદે ધબધબાટી બોલાવતા ઉકાઈ ડેમમાં આજે 38 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. જેની સામે ડેમમાંથી 70 હજાર કયુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમ કંટ્રોલ રૂમ અને સિંચાઈ વર્તુળની કચેરીમાંથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે હાલ ઉકાઈ ડેમ રૂલ લેવલને પાર કરી ગયો છે. 31 ઓગસ્ટ સુધી ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. આજે ડેમની સપાટી 335.22 ફુટ નોંધાઈ છે. ઉપરવાસમાં અઠવાડિયા સુધી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે સવારથી ફરી વરસાદે બેટીંગ શરૂ કરી છે. વિતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં આવેલા 21 રેઈન ગેજ સ્ટેશન મળી કુલ 395 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને (Rain) પગલે ડેમમાં સવારથી પાણીની આવક શરૂ થઈ હતી. સાંજે ઉકાઈ ડેમમાં 38 હજાર ક્યુસેક આવકની સામે 70 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુર ડેમમાંથી સાંજે 39 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુર ડેમની સપાટી 210.84 મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ અને કેચમેન્ટ વિસ્તારમાં (Catchment Area) પડેલા વરસાદની અસર ચોવીસ કલાક પછી શરૂ થતાં ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા છે.
- ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકનો વરસાદ
- ટેસ્કા 126.80
- લખપુરી 15.40
- ચીખલધરા 71.40
- ગોપાલખેડા 17.60
- ડેડતલાઈ 27.40
- બુરહાનપુર 7.60
- યરલી 15.00
- હથનુર 19.00
- ભુસાવલ 29.60
- ગીરના 1.80
- દહીગાવ 3.80
- ધુલિયા 4.00
- સાવખેડા 10.20
- ગીધાડે 1.20
- સારણખેડા 2.00
- સેલગાવ 7.40
- સાગબારા 20.00
- ખેતીયા 5.00
- કુલ 395.20
જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી સર્વત્ર મેઘ મહેર
સુરતઃ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી ફરી સર્વત્ર મેઘ મહેર વરસી છે. કામરેજમાં સર્વાધિક પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તમામ તાલુકામાં અડધાથી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. કામરેજ તાલુકામાં વિતેલા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જિલ્લાના તમામ તાલુકામાં અડધાથી પાંચ ઇંચનો વરસાદ નોંધાયો છે. હાલ રાજસ્થાન તરફ એક લો પ્રેસર સિસ્ટમ સક્રિય હોવાથી અરબ સાગર પરથી વાદળોનો મોટો સમૂહ ખેંચે છે. જેને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી આગમણ કર્યું છે. સતત પંદર દિવસ વરસાદ વરસ્યા બાદ બે દિવસ વિરામ લીધો હતો. બે દિવસના વિરામ બાદ હવે ફરી વરસાદનું આગમન થયું છે. ગઈકાલથી સર્વત્ર વરસાદ વરસતા ફરી જિલ્લાના તાલુકા તરબોતર થયા છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો ત્યાર સુધી વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે સપ્ટેમ્બર માસમાં અરબ સાગર ઉપર એક વરસાદી સિસ્ટમ ડેવલપ થવાની આગાહી કરી છે. આ સિસ્ટમ હાલના તબક્કે મહારાષ્ટ્ર તરફ મુવ થાય તેવી શક્યતા છે. પરંતુ તેની અસર દક્ષિણ ગુજરાત ઉપર પણ રહેશે.
- વિતેલા ચોવીસ કલાકમાં પડેલો વરસાદતાલુકા વરસાદ
- બારડોલી 72
- ચોર્યાસી 96
- કામરેજ 112
- મહુવા 93
- માંડવી 57
- માંગરોળ 68
- ઓલપાડ 14
- પલસાણા 82
- સુરત 64
- ઉમરપાડા 33
- સરેરાશ 691