ડાંગના સાપુતારા ખાતે રવિવારે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. સાપુતારા જવાના માર્ગે બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી સાપુતારા પ્રલવાસે જતી વિદ્યાર્થીઓ ભરેલી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડથી 10 ફૂટ જેટલી નીચ જતી રહી હતી. જોકે, ઝાડની આડસ હોવાના કારણે સદનસીબે બસ ખીણમાં ખાબકતા બચી હતી
બસ નીચ ઉતરી જતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સદનસીબે એક પણ મુસાફરને જાનહાનિ થઈ નહોતી. આ સ્થળે અવારનવાર અકસ્માતો બનતા હોવા છતાં ડ્રાઇવરોની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા રહે છે.
મુસાફરોએ બસની બારીમાંથી અને મુખ્ય દરવાજાથી ઉતરીને પોતાા જીવ બચાવ્યા છે. જો આ બસ ખીણમાં જતી રહેત તો મોટી દુર્ઘટના થઈ હોત પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.