દવાખાનામાં કામ કરતા વિકૃત માનસિકતા ધરાવતા કમ્પાઉન્ડરના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. પોલીસે કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. કમ્પાઉન્ડર દ્વારા સારવાર માટે આવતી મહિલાઓને ટેબલ પર સુવડાવી તેમના નગ્ન ફોટો લેવાની વિકૃતિથી પીડાતા હવસખોરીયાને પોલીસે પકડી પાડ્યો છે.
આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે. ડીંડોલી વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા ગોપાલની વિરુદ્વ પોલીસે કાર્યવાહી છે. આ કમ્પાઉન્ડર મહિલા દર્દીઓને એનીમા આપવાના બહાને ટેબલ પર નિર્વસ્ત્ર સુવડાવી દેતો હતો. ત્યાર બાદ મહિલાની આંખ પર બ્લાઉઝ ઢાકી તેમના શરીરનો નગ્ન વીડિયો ઉતારતો રહેતો હતો.
આ ઘટના અંગે મહિલાઓએ પોલીસ અને પોતાના પરિવારજનોને ફરીયાદ કરતા કમ્પાઉન્ડરની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અત્યાર સુધી કમ્પાઉન્ડરે 25 જેટલી મહિલાઓના નગ્ન વીડિયો ઉતાર્યા હતા.