શહેર સાથે જિલ્લામાં પણ આજે કોરોનાના રેકોર્ડ બ્રેક 93 કેસ નોંધાતા કોરોના પોઝિટીવ કેસનો કુલ આંક 2145 પર પહોંચ્યો છે. નવા 493 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથે 55 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 728 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 6 મરણ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં અત્યાર સુધીનો કુલ મરણાંક 82 નોંધાયો છે. આજ રોજ નોંધાયેલા 6 મરણમાં માંગરોળના કોસંબા ગામનો 70 વર્ષનો પુરુષ, કામરેજના કથોદરાનો 57 વર્ષનો પુરુષ, ઓલપાડની 73 વર્ષની મહિલા, ઓલપાડના ઉમરાની 73 વર્ષની મહિવા, ઓલપાડના ગોલાવની 70 વર્ષની મહિલા અને ચોર્યાસીના સચિનના 53 વર્ષના પુરુષનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
જિલ્લામાં નોંધાયેલા કેસ ચોર્યાસી – 10, ઓલપાડ – 5 , કામરેજ- 23, પલસાણા- 11, બારડોલી-24, મહુવા- 7, માંડવી- 7માંગરોળ- 6ચોર્યાસીમાં નોંધાયેલા કેસની વિગત