ગુજરાતના ખૂબ જ ચર્ચિત નારાયણ સાઇ બળાત્કાર કાંડમાં સુરત ખાતેની કોર્ટમાં આજે ચુકાદો આવી શકે છે. આસારામના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો
નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાઈની સાધક મહિલાનો આરોપ હતો કે નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે નારાયણ સાઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.