હાથ ફેલાવીને હાયું આપી દે એલે મિત્ર..!!! પણ આ વર્ષે મિત્રતા પર જાણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ શહેરમાં સન્નાટો જોવા મળ્યો હતો. મિત્રતા લોહીના સબંધથી નહીં પરંતુ આત્માના અતૂટ નાતાથી જોડાઈ છે. આવા મિત્રતાના નિઃસ્વાર્થ સબંધની લાગણીને દર્શાવતા ફ્રેન્ડશીપ ડેની પર આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. આ વર્ષે કોરોનાના કહેરને કારણે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી ફીકી પડી ગઈ છે. જેની અસર ગિફ્ટ માર્કેટમાં પણ જોવા મળી હતી.
કોરોનાને કારણે છેલ્લા ચાર મહીનાથી સ્કૂલો અને કોલેજો બંધ છે. લોકો વતન તરફ પલાયન કરી ગયા છે અને બીજી તરફ સામાજિક અંતર જાળવવા સિવાય લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી. તેના કારણે ગિફ્ટ શોપોમાં ફ્રેન્ડશીપ ડે બેલ્ટ અને ગિફ્ટની ખરીદી માત્ર ૨૦ થી ૨૫ ટકા જ રહી હોવાનું ગિફ્ટ શોપના સંચાલકે જણાવ્યું છે. ચાર દિવસ અગાઉ જેટલા ફ્રેન્ડશીપ બેલ્ટની ખપત થાય છે, તેનાથી અડધા ફ્રેન્ડશીપ બેલ્ટ કે ગિફ્ટની ખરીદી છેલ્લા કલાકોમાં પણ જોવા મળી શકી ન હતી. આ વર્ષે કોરોનાએ મિત્રતા પર પણ અંકુશ લગાવી દીધો હોય એવું વર્તાઈ રહ્યું હતું