લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ લોકસભા ચૂંટણી ટાણે હવે નેતાઓ ભાષણમાં પણ કન્ટ્રોલ નથી રાખી રહ્યા. જીભ તલવારની ધાર કરતા પણ તેજ હોય છે, તેના પૂરાવા રૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે વાપરેલો હરામજાદાઓ શબ્દ હવે વિવાદનું નવું સરનામું બન્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે હરામખોર શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેનો જવાબ સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ આપ્યો છે. બાબુ રાયકા જ્યારે પોતે બદલો લેવાની ભાવના સાથે ભાષણ કરવા ઉતર્યા હોય તે મુજબ ભાજપને હરામખોરો અને નાગા કહેતા હવે વિવાદ આગળ વધ્યો છે.
Sunday, May 19