અડાજણમાં આવેલા એક બિલ્ડીંગમાં નવામાં માળે એસી ફીટીંગ કરતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું. બાલ્કનીમાંથી એસી ફીટીંગ કરતી વખતે પગ લપસી જતા યુવાન મોતને ભેંટ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે હિરાબાગ ખાતે આવેલા રીટા પાર્ક એપાર્ટમેન્ટમાં મૂળ ભાવનગરના રહેવાસી જગદીશ વિઠ્ઠલભાઈ ભાલાળા તેમના પરિવાર સાથે રહેતો હતો. તે તેના ભાઈના એસી રિપેરીંગના ધંધામાં મદદ કરતો હતો. આ દરમિયાન તે અડાજણમાં આવેલી સ્મૃતિ યુનિવર્સલ બિલ્ડીંગમાં નવામાં માળે સેફ્ટી વિના એસી ફીટીંગ કરવા ગયો હતો. પગ લપસી પડતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ટુંકી સારવારમાં જગદીશનું મોત નિપજ્યું હતું.