મૂળ ખેડાની અને અમદાવાદમાં રહેતી યુવતીને બ્યુટી પાર્લરનાં ધંધામાં ભાગીદારી કરવાની લાલચ આપી અને નવસારીમાં ગેંગ રેપ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદ રહેતી એક યુવતીને સુરતના શૈલેષ પાલડીયા સાથે પરિચય થયો હતો, પરિચય બાદ યુવતીને બ્યૂટી પાર્લરના ધંધા માટે ભાગીદારી કરી આપવાની લાલચ આપી શૈલેષ પાલડીયાએ સુરત બોલાવી હતી અને ત્યાંથી નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. શૈલેષ પાલડીયા નામના આરોપીએ તેના મિત્રો સાથે કેફી પીણું પીવરાવી યુવતી પર બળાત્કાર કર્યો હતો.
યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેને નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં કેફી પીણું પીવરાવી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના અંગે નવસારી પોલીસે શૈલેષ પાલડીયા તેના મિત્રો ફિયાદ, હેમલ, અને વિમલ નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં બળાત્કાર સહિતની ફરિયાદ નોંધી છે.
આ ઘટનામાં અમદાવાદ ની યુવતીએ એક માસ આગાઉ ની ઘટના અંગે અમદાવાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ હતી. જોકે, યુવતી જોડે બળાત્કાર દુષ્કર્મ બનાવ નું સ્થળ નવસારી ગ્રામ્ય પોલીસ ની હદ માં હોવાને કારણે ઝીરો નંબર થી નવસારી ખાતે દાખલ થઈ ફરિયાદ. હતી. આ ઘટનામાં નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ.