સુરતમાં છેલ્લા 10 દિવસ બાદ વરસાદની આગાહી વચ્ચે મોડીસાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર ઝાપટા પડયા હતા. લોકો વરસાદમાં નહાવા માટે બહાર દોડી આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. પરંતુ આજે સુરત શહેર અને જિલ્લામાં આખો દિવસ હમણા ધોધમાર વરસાદ ઝીંકાશે, તેવુ વાતાવરણ બન્યુ હતુ. પરંતુ વરસાદ નહીં વરસતા શહેરીજનો અને ખેડુતો નિરાશ થઇ ઉઠયા હતા. જોકે, મોડીસાંજે શહેરના અનેક વિસ્તારોમાં છુટક છુટક ધોધમાર ઝાપટા વરસ્યા હતા. આજે સુરતમાં ગરમીનો પારો એક ડિગ્રી ઉપર ઉઠીને ૩૩.૬ ડિગ્રી નોંધાયો હતો. જયારે લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા, હવાનું દબાણ ૦૯૯૧.૩ મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના ૮ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.