કોરોનાને લીધે દેશભરમાં લોક ડાઉન હોવાથી વાહન વ્યવહાર બંધ છે એવા સમયે વતન નહીં જઈ શકતા પતિ સાથે ઝઘડો થતાં સચિનની મહિલાએ ગઈકાલે બપોરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચિન GIDC માં તલંગપુર ખાતે પંચવટી નગરમાં રહેતી 21 વર્ષીય ખુશ્બુ મહેન્દ્ર નિશાદ ગઈકાલે બપોરે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ખુશ્બુના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા તેમની એક પુત્રી છે. તેના પતિ બોબીન ભરવાનું કામ સાથે સંકળાયેલા છે તે મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરામાં જાફરગના વતની હતી હાલમાં તેણે વતન જવું હતું પણ લોક ડાઉન હોવાથી જઈ શકતી ન હતી આ મુદ્દે પતિ સાથે બોલાચાલી થતાં આ પગલું ભર્યું હતું.
Thursday, May 2