વાત જાણીને નવાઈ લાગશે કે સુરતમાં બાંકડા કૌભાંડ બહાર આવ્યું છે. જ્યાં 10 બાકડા મુકવાના હોય ત્યાં ફક્ત 5 થી 6 બાંકડા જ મુકી કાગળમાં પુરા બાકડા બતાવી દેવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષની ગ્રાન્ટમાંથી 25 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. બાકડા મુકવાની દરેક જગ્યાએ 60 થી 70 ટકા ઓછા બાકડા જોવા મળી રહ્યા છે.
સુરતના એક જાગૃત નાગરીક દ્વારા આ બાકડા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને વિવિધ ક્ષેત્રના પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તે માટે સુરત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે આ બાકડા ચોર છે કોણ?
મળતી માહિતી પ્રમાણે સોસાયટીના આગેવાનો અને બાકડા આપનાર વ્યક્તિની પુછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે તેઓએ પુરા બાકડા મુક્યા છે પણ કોઈ બાકડા ચોરી ગયું છે.