સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે ભાજપી કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ સફાઈ અભિયાન ઓછુ પણ ફોટો અભિયાન હોય તેમ લાગી રહ્યું હતું સફાઈ કરવા આવેલા ભાજપી કાર્યકરો માત્ર મીડીયામાં ચમકવા તેમજ ફોટો પડાવવા આવ્યા હોય તેમ ફોટો સેશન કરતા કેમેરામાં નજરે ચડ્યા હતા
સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો જુઓ… આ દ્રશ્યો છે સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય બહાર સેનાના ફાયટર પ્લેનના… આમ તો અહિયાં ગંદકીનું સામ્રાજ્ય રહેલું છે પરંતુ આજે અચાનક ભાજપી કાર્યકરોને અહી સફાઈ અભિયાન હાથ ધરવાનું સુજ્યું હતું ખેર ભાજપી કાર્યકરોનો આ વિચાર તો બિરદાવા લાયક હતો પરંતુ શું ખરેખર અહી સફાઈ અભિયાન હાથ ધરાયું કે પછી સફાઈ અભિયાનના નામે માત્ર ફોટો સેશન થયું ?… તો હવે તમે આ દ્રશ્યો પણ જુઓ.. દ્રશ્યોમાં જુઓ છો ને કે આ મહાશયો અહી સફાઈ અભિયાનના નામે ફોટો સેશન કરી રહ્યા છે જાણે તેઓ સફાઈ અભિયાન નહિ પરંતુ ફોટો અભિયાન ચલાવવા આવ્યા હોય તેમ ફોટો સેસન કરી રહ્યા છે માત્ર એટલું જ નહિ મીડિયાને જોઈ કેટલાક ભાજપી કાર્યકરો માત્ર હાથમાં ઝાડું લઇ વાહવાહી લૂટવા સફાઈ કરતા નજરે ચડ્યા હતા અને મીડિયા જતું રહેતા તમામ લોકો પરિસ્થિતિ જેમની તેમ મુકીને ફરાર થઇ ગયા હતા ત્યારે અહી એક વાત તો ચોક્કસ છે કે ભાજપનું આ સફાઈ અભિયાન નહિ પરંતુ ફોટો અભિયાન જરૂર હતું.