સુરતમાં બીઆરટીએસે એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું છે. સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતી મહિલાને બસે અડફેટે લઈ લેતા મહિલાનું ઘચના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ દુર્ઘટનામાં 108ની ટીમે મહિલાને મૃત જાહેર કરી હતી. બીઆરટીએસ બસની અડફેટે મોતના પગેલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.