સુરત માં મિલ માલિક પાસેથી રૂપિયા પડાવતા બે કથિત પત્રકારોની પોલીસે ધરપકડ કરી. પત્રકારોએ ડાઇંગ મિલના માલિકને યુરિયાનું ગેરકાયદે વેચાણ કરતા હોવાથી બદનામ કરી દેવાની ધમકી આપી સમાધાન પેટે એક લાખ રૂપિયા ની માંગણી કરી હતી
મિલ માલિક દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી બે કથિત પત્રકારોની ધરપકડ કરી તેમના બીજા બે સાથીઓની શોધ આદરી છે.