એક તરફ કોલેજોની પરીક્ષા યુનિવર્સિટી સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દા રદ કરવામાં આવી છે તો બીજી તરફ સુરતના પીપલોદમાં આવેલી સાસમાં કોલેજમાં સેકન્ડ ઇયર અને થર્ડ ઇયરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓના ટોળેટોળા કોલેજ પહોંચી ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઘજાગરા સ્પષ્ટ રીતે જોઇ શકાતા હતા.
સુરતના પીપલોદમાં આવેલી સાસમાં કોલેજમાં કોમર્સના સિલેબસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન થઇને ચલાવે છે. આજ રોજ સોમવારે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને ઉપરના વર્ગમાં બઢતી માટે પ્રવેશ આપવા માટે ફોર્મ ભરવા વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં બોલાવ્યા હતા પરંતુ એકસાથે વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેની પણ કોઇ ખાસ વ્યવસ્થા કોલેજ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી ન હતી.
આ અંગે જ્યારે અમારા પ્રતિનિધિએ કોલેજ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની વાતનો સ્વીકાર કર્યો હતો પરંતુ સાથે જણાવ્યું હતું કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે અલગ અલગ ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓનો અચાનક ઘસારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોલેજની પરીક્ષા જાહેર કરી દેવાયા બાદ વિવાદ ઉભો થયો હતો અને યુનિવર્સિટીએ પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરવી પડી હતી ત્યારે સાસમાં કોલેજ પર યુનિવર્સિટી પ્રશાસન કોઇ પગલાં લે છે કે કેમ તે જોવાનું રહેશે