સુરતમાં જિલ્લા પંચાયકતના આરોગ્ય ખાતાના કર્મચારીઓ આજ રોજ હડતાલ પર ઉતર્યા છે. આજે સમગ્ર સુરતના વર્ગ 3 ના કર્મચારીઓ હડતાલ પર છે. જેમાં આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિવારણ માટે આ હડતાલ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય ખાતાના 851 જેટલા કર્મચારીઓ આજ રોજ હડતાલ પર છે.
મળતી માહિતી પ્રમાણે આજ રોજ સુરતમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ પગાર વિસંગતતા, ટેકનિકલ કેડર, ત્રિસ્તરીય માળખું, ખાલી જગ્યા ભરતી,વર્કર શબ્દની જગ્યાએ નામ બદલવા બાબત વગેરે જેવા પડતર પ્રશ્નોને લઈને જલ્લા પંચાયત કચેરી ખાતે હડતાલ પર ઉતર્યા છે.