લિંબાયત ખાતે આવેલી પંકજ હોસ્પિટલમાં (Pankaj Hospital) અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીની હોસ્પિટલના ડો.જીજાબરાવ પાટીલ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. લિંબાયત પોલીસે વિદ્યાર્થીનીની (Student) ફરિયાદના આધારે વધારે તપાસ હાથ ધરી છે.ડોક્ટરે તેણીને ઓપરેશન માટે ઓટી તૈયાર કરવાના બહાને બોલાવી હતી. તેણી ઓપરેશન થીયેટરમાં તૈયારી માટે ગઈ તે સમયે ડો.જીજાબરાવ પાટીલે પાછળ આવી પાછળથી પકડી પાડી ગળાના ભાગે કીસ કરી હતી. પછી કપાળના ભાગે તથા ગાલ ઉપર કીસ કરી હતી. ગભરાયેલી વિદ્યાર્થીએ અન્ય બહેનપણી અને માતા-પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરાવી છે. પોલીસે ડોક્ટરની મોડી સાંજે ધરપકડ કરી લીધી છે.
લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલ લિંબાયત ખાતે આવેલી પંકજ હોસ્પીટલમાં અભ્યાસ કરતી 17 વર્ષીય યુવતી મુળ વડોદરાના શીનોરજી તાલુકાના ઝાંઝડ ગામની રહેવાસી છે. તેણીએ રાજપીપળા ખાતે આવેલા કમલ મહિલા કલ્યાણ સેન્ટરમાં એ.એન.એમ નો અભ્યાસ કરવા જુલાઈ ૨૦૧૯ માં પ્રવેશ લીધો હતો. ત્યાંથી અભ્યાસ પુરો થતાં પ્રેકટીકલ અભ્યાસ માટે લિંબાયત પંકજ હોસ્પિટલમાં આવ્યા હતા. તેણી સાથે અન્ય ચાર વિદ્યાર્થીની પણ અભ્યાસ માટે આવી હતી.
દરમિયાન ડો.જીજાબરાવ પાટીલ(ઉ.વ.45, રહે.મધુસુદન રો હાઉસ)નું થોડા દિવસ બાદ વિદ્યાર્થીની પ્રત્યેનું વલણ બદલાયું હતું. હોસ્પીટલમાં પેશન્ટ ઓછા આવતા હોવાથી પેશન્ટના ખાલી બેડ ઉપર વિદ્યાર્થીનીઓ આરામ કરતી હતી. પેશન્ટ આવે એટલે ડોક્ટર બોલાવતા તેઓ મદદ જતા હતા. દરમિયાન ડો.જીજાબરાવએ વિદ્યાર્થીનીઓને અવાર નવાર કોઈ પણ કારણ વગર ગળે મળતો હતો. દરમિયાન ગઈકાલે સાંજે હોસ્પિટલમાં ગણેશ સ્થાપના કરી છે. હોસ્પિટલમાં પેશન્ટ ન હોવાથી વિદ્યાર્થીની સ્ટાફ સાથે બીજા માળે હતી. ત્યારે ડોક્ટરે તેણીને ઓપરેશન માટે ઓટી તૈયાર કરવાના બહાને બોલાવી હતી. તેણી ઓપરેશન થીયેટરમાં તૈયારી માટે ગઈ તે સમયે ડો.જીજાબરાવ પાટીલે પાછળ આવી પાછળથી પકડી પાડી ગળાના ભાગે કીસ કરી હતી. પછી કપાળના ભાગે તથા ગાલ ઉપર કીસ કરી હતી. ગભરાયેલી વિદ્યાર્થીએ અન્ય બહેનપણી અને માતા-પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ડોક્ટરની મોડી સાંજે ધરપકડ કરી લીધી છે.