સુરત : હાલમાં ઉકાઇડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 16,928 ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે.
હાલ ઉકાઈ ડેમમાંથી 16,928 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ઉકાઇની સપાટી તેના રૂલ લેવલની નજીક પહોંચી ગઇ હતી. જોકે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. શનિવારે સાંજે આઠ વાગ્યે ઉકાઇની સપાટી 343.32 ફૂટ નોંધાઇ હતી.
હાલ ઉકાઈમાં પાણનો ઈન ફ્લ અને આઉટ ફ્લો બંને 16,928 ક્યૂસેક નોંધાતા ત્રણ હાઈડ્રો શરૂ કરવામાં આવ્યા છે. આજ રોજ ચોર્યાસીમાં 8 મિમિ અને સુરતમાં 25 મિમિ નોંધાયો હતો.
સુરત ખાતે વિયર કમ કોઝવેની સપાટીમાં સતત વધારો થવાના કારણે અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની હાલમાં સપાટી 6.02 મીટર પર પહોંચી ગઈ છે. લોકોની વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાતા સુરતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.