ડિંડોલી વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી બાદ ચપ્પુના ઘા ઝીંકી યુવકને પતાવી દેવાયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણકારી થતા ડિંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.
હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા
ડિંડોલી વિસ્તારમાં શૈલેષ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. અને ગત રોજ રાત્રે શૈલેષ રાઠોડ સહિત તેના પરિચિત યુવકો રાત્રે ઘર નજીક આવેલા ધાબા પર સાથે બેઠા હતા. દરમિયાન કોઈ નજીવી બાબતે બોલચાલી બાદ ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ધાબા પર જ યુવકની હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણકારી થતા ડિંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવક ના મોત ને લઈ પરિવાર માં શોકનો માહોલ છવાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડિંડોલી વિસ્તારમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.