નીતિશ કુમારનું ૧૦મું શપથ ગ્રહણ! PM મોદીએ પહેલા પકડ્યો CMનો હાથ, પછી લહેરાવ્યો ગમછો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

નીતિશ કુમારની ૧૦મી તાજપોશી: શપથ બાદ PM મોદીએ પહેલા પકડ્યો CMનો હાથ, પછી લહેરાવ્યો ગમછો

બિહારમાં આજે નીતિશ કુમારે ૧૦મી વખત પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પટનાના ગાંધી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. નીતિશ કુમારની સાથે તેમના ૨૫ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા.

બિહારમાં હવે નવી સરકાર છે. પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે ૧૦મી વખત (New Bihar Chief Minister Oath Taking Ceremony) શપથ લીધા છે. તેમની સાથે ૨૫ અન્ય મંત્રીઓએ (Bihar Ministers List) પણ શપથ ગ્રહણ કર્યા હતા. પટનાના ગાંધી મેદાનમાં સવારે ૧૧.૩૦ વાગ્યે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સવારથી જ લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.

- Advertisement -

સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત NDA શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
  • નાયબ મુખ્યમંત્રી: ઉલ્લેખનીય છે કે, સમ્રાટ ચૌધરી (Deputy CM Samrat Choudhary) અને વિજય સિન્હા (Vijay Kumar Sinha)ને ગત વખતની જેમ આ વખતે પણ નાયબ મુખ્યમંત્રી (ડિપ્ટી સીએમ) બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ઉપરાંત ૨૫ મંત્રીઓ બનાવવામાં આવ્યા:

ક્રમ મંત્રીનું નામ
સમ્રાટ ચૌધરી
વિજય કુમાર સિન્હા
વિજય ચૌધરી
વિજેન્દ્ર યાદવ
શ્રવણ કુમાર
મંગલ પાંડેય
દિલીપ જાયસવાલ
અશોક ચૌધરી
લેશી સિંહ
૧૦ મદન સહની
૧૧ નિતિન નવીન
૧૨ રામકૃપાલ યાદવ
૧૩ સંતોષ સુમન
૧૪ સુનીલ કુમાર
૧૫ મો. જમાં ખાન
૧૬ સંજય સિંહ ટાઈગર
૧૭ અરુણ શંકર પ્રસાદ
૧૮ સુરેન્દ્ર મહેતા
૧૯ નારાયણ પ્રસાદ
૨૦ રમા નિષાદ
૨૧ લખેન્દ્ર કુમાર રોશન
૨૨ શ્રેયસી સિંહ
૨૩ ડૉ. પ્રમોદ કુમાર
૨૪ સંજય કુમાર
૨૫ સંજય કુમાર સિંહ

nitesh.jpg

PM મોદીએ ફરી લહેરાવ્યો ગમછો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટનાના ગાંધી મેદાનમાં પોતાનો ખાસ ગમછો લહેરાવીને બિહારના લોકોને આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રેયસી સિંહ પહેલીવાર બિહાર સરકારમાં મંત્રી બન્યા છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.