2 વર્ષ અને 6 ICC ટાઈટલ, જાણો કેવી રીતે ભારત બન્યું ક્રિકેટનું નવું ‘સુપરપાવર’

3 Min Read

ક્રિકેટ જગતમાં ભારતનો એકહથ્થુ શાસન: ૨ વર્ષમાં ૬ ICC ટ્રોફી જીતીને ટીમ ઈન્ડિયાએ રચ્યો સુવર્ણ ઈતિહાસ

વર્તમાન સમયમાં વિશ્વ ક્રિકેટમાં માત્ર એક જ નામનો ગુંજારવ થઈ રહ્યો છે ‘ટીમ ઈન્ડિયા’. ભારતીય ક્રિકેટ ટીમે ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ T20 વર્લ્ડ કપ જીતીને સાબિત કરી દીધું છે કે અત્યારે તેમની ટક્કરમાં કોઈ નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રને હરાવીને ભારતે સતત બીજી વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે જ ભારત ત્રણ વાર T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

૨ વર્ષ અને ૬ આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ

ભારતીય ક્રિકેટ માટે છેલ્લા ૨ વર્ષ કોઈ જાદુથી ઓછા નથી રહ્યા. માત્ર પુરુષ ટીમ જ નહીં, પણ મહિલા અને જુનિયર ટીમોએ પણ ICC ટૂર્નામેન્ટમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. છેલ્લા ૨૪ મહિનામાં ભારતે કુલ ૬ ICC ટ્રોફીઓ જીતી છે, જે કોઈપણ દેશ માટે એક સપના સમાન છે. આ યાદીમાં ૨૦૨૪ અને ૨૦૨૬ના મેન્સ T20 વર્લ્ડ કપ તથા ૨૦૨૫ની મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ૨૦૨૪માં વર્લ્ડ કપ અને ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને આ વિજય રથની શરૂઆત કરી હતી.

- Advertisement -

 ind.jpg

મહિલા ક્રિકેટમાં પણ ઐતિહાસિક સિદ્ધિ

જે રીતે પુરુષ ટીમે મેદાન માર્યું છે, તે જ રીતે ભારતીય મહિલા ટીમે પણ ઈતિહાસના પાનાઓ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળ ભારતીય મહિલા ટીમે વર્ષ ૨૦૨૫માં પહેલીવાર ICC ODI વર્લ્ડ કપ જીતવાનું કારનામું કર્યું હતું. આ વિજયે ભારતમાં મહિલા ક્રિકેટની દિશા અને દશા બંને બદલી નાખી છે.

- Advertisement -

સીનિયર મહિલા ટીમની આ સફળતા પહેલા, જુનિયર મહિલા ટીમે વર્ષ ૨૦૨૫ની શરૂઆત જ ટ્રોફી સાથે કરી હતી. નિક્કી પ્રસાદની આગેવાનીમાં ભારતીય મહિલા U19 ટીમે સતત બીજી વાર વર્લ્ડ કપ જીતીને સાબિત કર્યું કે ભારતની ‘વુમન પાવર’ દુનિયામાં સર્વોપરી છે.

ind1.jpg

જુનિયર અને સીનિયર ટીમોનો ડબલ ધડાકો

વર્ષ ૨૦૨૬ની શરૂઆત પણ ભારતીય ક્રિકેટ માટે ધમાકેદાર રહી છે. આયુષ મ્હાત્રેની કપ્તાનીમાં ભારતીય મેન્સ U19 ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ICC U19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. આ જુનિયર ટીમની જીતના થોડા જ સમય બાદ, હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં સીનિયર ટીમે ૨૦૨૬નો બીજો ICC ખિતાબ (T20 વર્લ્ડ કપ) જીતીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.

- Advertisement -
Share This Article