કન્ડિશનરનો વધુ પડતો ઉપયોગ: કન્ડિશનરને સ્કેલ્પ પર લગાવવું અને છિદ્રોને બંધ કરી દેવા
વાળની સંભાળ દરમિયાન ક્યારેક આપણી કેટલીક ભૂલો જ વાળને નુકસાન પહોંચાડવા અને સ્કેલ્પને અનહેલ્ધી બનાવવા માટેનું કારણ બને છે, પરંતુ આપણે ઘણીવાર આને અવગણીએ છીએ. ડેન્ડ્રફની સમસ્યા આપણા વાળના સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે. આ આર્ટિકલમાં આપણે એવી ભૂલો વિશે જાણીશું જે ડેન્ડ્રફ (ખોડો) થવાનું કારણ બને છે.
સ્કેલ્પ પર જમા થયેલો ડેન્ડ્રફ માત્ર તમને શરમાવી જ નથી શકતો, પણ તે ઘણી પ્રકારની વાળની સમસ્યાઓનું કારણ પણ બને છે. જો માથાની ચામડી પર જમા થયેલા ખોડા પર ધ્યાન ન આપવામાં આવે તો તે ફંગલ ઇન્ફેક્શનમાં પણ બદલાઈ શકે છે. આને કારણે વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. શિયાળામાં ઘણીવાર આ સમસ્યા વધી જાય છે, પરંતુ કેટલાક લોકોને લગભગ દરેક સિઝનમાં ડેન્ડ્રફ રહે છે, તેની પાછળનું કારણ દૈનિક રૂટીનમાં કરવામાં આવેલી હેર કેરની ભૂલો હોઈ શકે છે, જેને આપણે અવગણતા રહીએ છીએ અને તેનાથી સ્કેલ્પ સૂકી અને ખંજવાળવાળી થઈ જાય છે.

ડેન્ડ્રફ અને માથાની ભીંગડાવાળી ચામડીથી બચવા માટે તમારે આ ભૂલો પર ધ્યાન આપવું જોઈએ:
ડેન્ડ્રફને પ્રોત્સાહન આપતી વાળની સંભાળની ભૂલો
ડેઇલી રૂટીનમાં વાળ ધોવાથી લઈને હેર સ્ટાઇલ કરવા સુધીનું દરેક નાનું પગલું તમારા વાળના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે, તેથી આપણે હેર કેરમાં પણ સાવધાની રાખવાની જરૂર છે. તો ચાલો જાણીએ કે વાળની સંભાળ સંબંધિત કઈ ભૂલો ડેન્ડ્રફને પ્રોત્સાહન આપી શકે છે.
1. હીટિંગ ટૂલનો વધુ પડતો ઉપયોગ
જો તમે દૈનિક રૂટીનમાં વાળ સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરો છો અથવા હેર સ્ટાઇલ કરવા માટે બ્લો-ડ્રાયર કરવાની આદત છે. સ્ટ્રેટનર કે કર્લિંગ આયર્નનો ઉપયોગ કરો છો, તો તેનાથી સ્કેલ્પનું કુદરતી સીબમ (તેલ) ઓછું થઈ શકે છે, જેનાથી સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે.
2. સ્ટાઇલિંગ ક્રીમનો ઉપયોગ
વાળને સેટ કરવા માટે જો તમે સ્ટાઇલિંગ ક્રીમ, જેલ કે સ્પ્રેનો ઉપયોગ કરો છો, તો તેનાથી સ્કેલ્પ પર પ્રોડક્ટનું બિલ્ડઅપ થવા લાગે છે અને આ કારણે પરસેવો અને ગંદકી પણ ઝડપથી ચોંટે છે. આનાથી તમારા માથામાં ચીકણો ડેન્ડ્રફ થઈ શકે છે અને સોજો (Inflammation) થવાની શક્યતા પણ વધી જાય છે.
3. ફ્રેગ્રન્સ પ્રોડક્ટનો ઉપયોગ
બજારમાં ઘણી એવી હેર કેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જે ચમકદાર, મજબૂત વાળનો દાવો કરે છે, પરંતુ આમાંથી મોટાભાગની પ્રોડક્ટ્સ સુગંધ (ફ્રેગ્રન્સ) વાળી હોય છે જે તમારી સ્કેલ્પને નુકસાન પહોંચાડે છે, જેનાથી માત્ર ડેન્ડ્રફ જ નહીં પણ વાળને પણ નુકસાન થઈ શકે છે. પ્રયાસ કરો કે NAFE SAFE પ્રોડક્ટ્સ જ પસંદ કરો. ખાસ કરીને જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

4. હેર વૉશ સંબંધિત ભૂલો
વધારે ધોવા: જો તમે ખૂબ જ વધારે વાળ ધોઓ છો, તો સ્કેલ્પ સૂકી થઈ જાય છે, જેનાથી ડેન્ડ્રફ વધે છે.
ન ધોવા: જો તમે વાળ ધોવાનું છોડી દો છો, તો પરસેવો, બેક્ટેરિયા, ધૂળ, પ્રદૂષણના કણો સ્કેલ્પ પર જમા રહે છે અને તે પણ ડેન્ડ્રફનું થર બનાવી શકે છે.
ગરમ પાણી: ગરમ પાણીથી વાળ ધોવાનું પણ ટાળવું જોઈએ.
હાર્શ શેમ્પૂ: જો તમે હાર્શ શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે પણ ડેન્ડ્રફનું કારણ બની શકે છે.
વધારે ઓઇલિંગ: જો તમારા માથામાં ચીકણો ડેન્ડ્રફ છે, તો વધારે પડતું તેલ લગાવવાથી તે વધુ વધી શકે છે.
5. લાઇફસ્ટાઇલ સંબંધિત ભૂલો
સ્કેલ્પનું સ્વાસ્થ્ય માત્ર બહારની સંભાળ પર જ આધારિત નથી, પણ આંતરિક રીતે પણ તેને પોષણ આપવું જરૂરી છે. તમે દૈનિક રૂટીનમાં શું ખાઓ છો તેની અસર પણ તમારી સ્કેલ્પ પર પડે છે. જો શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળી રહ્યા હોય, તો તે પણ ડેન્ડ્રફ અને વાળ ખરવાનું કારણ બની શકે છે. જો તમે ઓછું પાણી પીઓ છો, તો તેનાથી પણ ડ્રાયનેસ વધે છે અને ડેન્ડ્રફ જમા થવા લાગે છે.

