સમગ્ર 2020નું વર્ષ લોકો માટે પીડાદાયક બની રહ્યું છે. દુનિયાભરાં ફેલાયેલ કોરોના વાયરસને કારણે ચીન (China) બદનામ થઈ ગયું છે. હવે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં વધુ એક બીમારી ફેલાતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટસ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન (Bacterial Infection) લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી 3 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેનાથી સંક્રમિત વ્યક્તિને પહેલા તાવ આવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે.
રિપોર્ટસ અનુસાર, ચીનના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ત્રણ હજારથી વધુ લોકોમાં એક નવું બેક્ટેરીયલ ઈન્ફેક્શન ફેલાઈ ગયુ છે. આ બેક્ટેરીયા ચીનની એક સરકારી બાયોફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં લીક થયા બાદ ફેલાયો છે.
ચીનના લાંઝુમાં અત્યાર સુધી 3 હજાર 245 લોકોમા બ્રુસલોસિસ (Brucellosis) બેક્ટેરીયા મળી આવ્યા છે. આ બીમારી વ્યક્તિથી માણસમાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ કે તેનાથી ઈન્ફેક્ટેડ પ્રાણીઓનું માંસ ખાવામાં ફેલાય છે. સાથે જ ઈન્ફેક્ટેડ પ્રાણીઓના ડેરી પ્રોડક્ટ્સથી પણ વાયરસ ફેલાયો છ.
જોકે, આ વાયરસથી કોઈ મોતની પુષ્ટિ હજી સુધી થઈ નથી. એરિયામાં ત્રણ હજારથી વધુ લોકોના સંક્રમિત થવાથી અત્યાર સુધી 22 હજાર લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અમેરિકન ઈન્સ્ટીટ્યૂટ સીડીસીના અનુસાર, આ ઈન્ફેક્શનથી કેટલાક એવા નુકસાન થાય છે, જે ખામીને દૂર કરવું મુશ્કેલ છે.